સમાજપ્રેમી ઉદારદિલ દાતાશ્રી,
આપશ્રી જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉદારતાથી શેરથા-અડાલજ, જિ. ગાંધીનગર પાસે 75 વર્ષની આઝાદી પછી સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સંસ્થાને 18 હજાર વાર જમીન સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે ફાળવેલ છે. માન. શ્રી દિનેશભાઈ અનાવાડિયા (પૂર્વ સાંસદ સભ્યશ્રી) નો પણ સહકાર મળેલ છે.
સદર જમીનની કિંમત આશરે 55 ( પંચાવન ) કરોડ થાય છે. પરંતુ સરકારશ્રીએ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતને ફક્ત નવ કરોડ રૂપિયામાં આપેલ છે. નવ કરોડ રુપિયા સરકારશ્રીમાં એક મહિનામાં ભરવાના હતા. જે રકમ આપણે ભરી શક્યા નથી. સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર 8 ટકા વ્યાજ સાથે સદર રકમ ભરવાની મુદતમાં સરકારશ્રી દ્વારા એક વર્ષ માટે વધારો કરી આપવામાં આવેલ છે. આ સંસ્થાને આપના આર્થિક સહયોગની ખુબ જ જરૂરિયાત છે. તો આ સંસ્થા આપશ્રીને નમ્ર વિનંતી કરે છે કે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સંસ્થાને ઉદાર હાથે દાન આપી-અપાવી સમાજની આવનારી પેઢીના ઉજજવળ ભવિષ્યના નિર્માણ માટે ચોક્કસ મદદરૂપ થશો તેવી આશા અને અપેક્ષા રાખીએ છીએ.
ખાસ નોંધ: તમામ વિગતો ગુજરાતી માં ભરવી.